Join Whatsapp Group
Join Now શાળા રૂપાંતરણની સમગ્ર પ્રક્રિયા એવી રીતે થવી જોઈએ કે શાળાનું સંચાલન અને નેતૃત્ત્વ વ્યવસ્થિત રીતે થઈ શકે. શાળા આધારિત પરિવર્તન અને વિકાસની સ્થિતિમાં શાળાના પ્રમુખની પહેલ અને અમલીકરણની મહત્ત્વની ભૂમિકા છે. ખાસ કરીને એવા સમયે જ્યારે શાળા સંચાલનની પારંપારિક વિચારણા કારગાર પુરવાર થઈ નથી. છેલ્લા દાયકા ઉપર નજર નાખતા આપણને એવો અનુભવ થાય છે કે શાળાઓમાં બદલાવ બહુ ધીમી ગતિએ થયો છે અને અનેક શાળાઓમાં તો શિક્ષણનું સ્તર પણ સાવ કથળી ગયું છે. વર્તમાન સમયની માંગ છે કે, મુખ્ય શિક્ષકો બાળકોની શીખવાની પ્રક્રિયામાં તેમની સાથે અંતઃકરણપૂર્વક જોડાય અને શાળાઓ તરફ જોવાનો પોતાનો દૃષ્ટિકોણ બદલે.શાળા પરિવર્તનના પડકારનો સામનો કરવા માટે સંચાલન ક્ષમતા કરતાં વધુ નેતૃત્ત્વ ક્ષમતાનું નિર્માણ ઘણું મહત્ત્વનું બની ગયું છે. આ ત્યાં સુધી નહીં થઇ શકે જ્યાં સુધી મુખ્ય શિક્ષકો શાળાની વિકાસ પ્રક્રિયાનું નેતૃત્ત્વ કરવા તૈયાર નહીં થાય અને વિદ્યાર્થીઓ માટે સારાં પરિણામોનો પાયો નહીં નાખે. અહીં ક્ષમતા વર્ધન એ ખુબ મહત્ત્વનો પાયો બની રહે છે તેમાં પણ મુખ્ય શિક્ષકો સાથે દીર્ઘકાલીન જોડાણ જરૂરી છે. કારણ આજની ટૂંકા ગાળાની તાલીમો શાળાની વાસ્તવિક્તા અને પડકારો સાથે બહુ ઓછો સંબંધ ધરાવે છે તેમજ અધ્યયન-અધ્યાપનના સિદ્ધાંતોનું વર્ગખંડોમાં અમલીકરણ કરવાની પણ ખુબ ઓછી સમજ ધરાવે છે.
આ વાસ્તવિકતાને સ્વીકારીને એન.સી.એસ.એલ., શાળા નેતૃત્ત્વ વિકાસ દ્વારા શાળાઓના રૂપાંતરણ માટે નેતૃત્ત્વ ક્ષમતા વિકાસના કાર્યક્રમનું આયોજન કરે છે. જે દેશની સરકારી શાળાઓ અને સ૨કારી સહાય મેળવતી તમામ શાળાઓના મુખ્ય શિક્ષકો માટે ઘડાયો છે. શાળા નેતૃત્ત્વ વિકાસ' કાર્યક્રમમાં મુખ્ય શિક્ષકોની નેતૃત્ત્વલક્ષી ક્ષમતાઓને મજબૂતી બક્ષનાર એક નોંધપાત્ર પ્રગતિના રૂપમાં ભવિષ્યમાં જોઈ શકાશે.
આચાર્ય ચાર્જ બાબતે સ્પષ્ટતા કરતો શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનો પરિપત્ર 17|1|2026 લેટેસ્ટ પરિપત્ર વાંચવાં અહી ક્લિક કરો
